ONLINE MEDICINE / ઓનલાઈન દવા માટે


આપની સેવામાં શ્રી શ્રીમન નારાયણ રાહત દવા સેન્ટર ૨૦૦૯ થી અવિરત...


20% રાહત દરે દવા મેળવવા માટે નું ફોર્મ

Male   Female


Medicine Order Form for Existing Members

(દવા મેળવવા માટેનું ફોર્મ જુના સભ્યો માટે)

35% થી 90% સુધીની બચત કરો. જેનરીક દવા વિષે વિગત સાથે માહિતી


Latest News

(લેટેસ્ટ ન્યૂઝ)


સંસ્થા નો પરિચય


શરૂઆત:

માત્ર એક ખુરશી અને એક ટેબલ સાથે ૨૦૦૯ માં શ્રી શ્રીમન્ નારાયણ રાહત દવા સેન્ટર ફાર્મસી ના સ્ટોરની શરૂઆત શ્રી પ્રશાંત દોરીવાલાએ સુરતના માજી મેયર માનનીય ડૉ.કનુભાઈ માવાણીની પ્રેરણાથી ખુબ નાના પાયે કરી હતી. આજે હમારી સંસ્થા ૫+૧ સ્ટોર્સ / બ્રાંચ થકી એક વટવૃક્ષ બનવા જઈ રહી છે. શરૂઆતમાં આ સ્ટોરનો રોજના ૬ થી ૭ લોકો જ લાભ લેતા હતા આજે રોજના ૧૪૦૦ થી ૧૫૦૦ ગ્રાહકો લાભ મેળવે છે. શરૂઆતમાં ફાર્મસી કંપનીના તમામ સ્ટોકિસ્ટો તથા રિટેલરો એ હમારા સ્ટોરનો વિરોધ કરેલો, તથા ૨૦% રાહત દરે દવા આપવાનું બંધ કરાવવા પ્રયત્નો કરેલા પણ સફળ થઇ શક્યા ન હતા. શ્રી શ્રીમન્ નારાયણ રાહત દવા સેન્ટરે સીનીયર સિટીઝનો માટે એક વધારાની સુવિધા ૨૦૧૧ શરૂ કરેલ જેમાં સિનીયર સિટીઝનો તથા દીવ્યાંગો ને ઘરબેઠા પ્રિસ્ક્રીપ્શન મુજબ ની દવા ૨૦% ડિસ્કાઉન્ટથી એડવાન્સ પેમેન્ટ વિના કોઈપણ ઓળખાણ વિના મોકલી આપે છે, ગ્રાહક દવા ડોક્ટરને બતાવી અને દવાના બીલ નું પેમેન્ટ તેઓ ૪-૫ દિવસ માં અનુકૂળતા મુજબ શ્રી શ્રીમાન્ નારાયણ રાહત દવા સેન્ટરના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે. દવા માટે આવી ક્રેડીટ સર્વિસ કોઈ આપતું નથી. કોઈ પણ જાતની ફરિયાદ વગર આ કાર્ય અવિરત ચાલુ છે. (વધુ માહિતી માટે સર્ચ કરો અમારી વેબસાઈટ www.snrdc.co.in.) તેમજ આજના સમયમાં ૨૦% રાહત દરની ઘણી કંપનીઓ ઓનલાઈન દવા ઘરબેઠા સપ્લાય કરે છે., જે માટે આપ નેટ પર તેમના રીવ્યુ વાંચશો તો ખબર પડશે ગ્રાહકોને કેટલી તકલીફ પડે છે.

૨૦૧૪માં શ્રીમન નારાયણ રાહત દવા સેન્ટરની કામગીરી થી પ્રભાવિત થઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હજીરાની કમ્પનીના લોજિસ્ટિકના રીટાયર્ડ જનરલ મેનેજર શ્રી પ્રદીપભાઈ દવે શ્રીમન નારાયણને માર્ગદર્શન આપવા જોડાયા હતા, તેમનો ધ્યેય પણ માંદગી થી પીડાતા વર્ગને દવાના ખર્ચમાં રાહત મળે તે હેતુ થી નિસ્વાર્થ ભાવે દિવસ રાત અભ્યાસ કરી સૂચનો આપતા રહ્યા. રિલાયન્સ કંપનીએ પ્લેગ દરમિયાનની તેમની સેવાકીય કામગીરીની સરાહના કરી શ્રી પ્રદીપભાઈ ને મેડલથી પુરસ્કૃત કર્યા હતા.

૨૦૧૬માં શ્રી પ્રદીપભાઈ દવે કેન્સરની બિમારીમાં સપડાયા હતા, છતાં બિમારીમાં સલાહ સૂચનો આપતા, શ્રી પ્રદીપભાઈ ને અંતિમ સમયમાં ડોકટરે રૂ.૪૦૦૦૦૦ રૂ. ચાર લાખના ૮ ઈન્જેકશન માટે છેલ્લો ઉપાય બતાવ્યો, શ્રીમન નારાયણના કાર્યથી પ્રભાવિત ઈન્જેકશન કમ્પનીઓના દવા એજન્ટે એ ઈન્જેકશન રૂ. ૩૦૦૦૦૦, રૂ. ત્રણ લાખમાં ઉપલબ્ધ કરાવ્યા અને તે મેળવી શક્યા તેમ છતાં શ્રીમન નારાયણ ભગવાને શ્રી પ્રદીપભાઈને તેમની પાસે બોલાવી લીધા.

 

શ્રી શ્રીમન નારાયણની દ્વારા જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એનાથી અનેક લોકો આશ્ચર્યચકિત થાય છે. માત્ર પોતાના ગ્રાહક ઉપર ભરોશો રાખીને એમની જરૂરિયાત મુજબની દવા એડવાન્સ કે ઓળખાણ વગર કેશ ઓન ડિલિવરી વગર ઘરબેઠા દવા મોકલી આપવાનું કામ વિશ્વમાં કોઈ કરતુ નથી.

શ્રીમન નારાયણની આ વ્યવસ્થા જાણી અમેરિકન ઓનલાઈન દવા સપ્લાય કરતી કંપનીઓના ફોન આવે અને અમને પૂછે છે કે પૈસા મેળવ્યા વગર, ઓળખાણ વગર આ કાર્ય આપ કઈ રીતે કરો છો?, શ્રી શ્રીમન નારાયણ નો જવાબ એવો હોય છે કે જો કોઈ સિનીયર સિટીઝન પૈસા ન ભરે તો એમ સમજીને માંડવાળ કરે છે કે તે ખરેખર જરૂરીયાત વાળા હશે. શ્રી શ્રીમાન નારાયણની કાર્ય પદ્ધતિ જોઈ મુંબઈની ઘણા ટ્રસ્ટો અમારી સાથે જોડાયા છે તે ટ્રસ્ટો પોતાના તરફથી ૨૦% થી ૩૦% રાહત ઉમેરીને પોતાના સમાજના સભ્યોને ૪૦% થી ૫૦% રાહત દરે છેલ્લા સાત વરસથી ઘરબેઠા મુંબઈ દવા પહોચાડે છે., દવા મેળવનાર સભ્ય ૪-૫ દિવસ પછી પોતાની ફુરસદે બેંકમાં દવાના બીલ ની રકમ જમા કરાવે છે. ભારત સરકારની (ECHS સંસ્થા) રીટાયર્ડ આર્મીને ૩૫% રાહત દરે દવા આપવાનો કોન્ટ્રાક્ટ શ્રી શ્રીમાન નારાયણને મળેલ છે, આ કાર્ય કરવામાં શ્રી શ્રીમન નારાયણ ગૌરવની લાગણી અનુભવે છે.

દવાનું પેમેન્ટ ઓનલાઈનના કોઈ પણ માધ્યમ દ્વારા ચૂકવી શકે છે. દવાના ઓર્ડર મળ્યાના દવાની હોમ ડિલીવરીનો સમય ૩ થી ૪ દિવસ નો રહેશે. જે માટે દવા ડિલીવરી કરતા પહેલા બીલની કોપી ગ્રાહક સભ્યને વોટ્સએપથી મોકલવામાં આવશે. કોઈ પણ સિનીયર સિટીઝન દુકાન સ્થળ પરથી દવા મેળવશે તો તેમને ૨૦% રાહત દરે જ દવા મળશે. કુરિયર અને પાર્સલ ખર્ચ દુકાનના ૨ કિમી સુધીના અંતર સુધી રૂ.૧૫ ચાર્જ અલગથી આપવાનો રહેશે. ૨ કિમી થી દુર તથા ગુજરાત અને મુંબઈના ગ્રાહક સભ્યોને પાર્સલના વજન પ્રમાણે ચાર્જ કરવામાં આવશે.

 

: આયોજકો :

પ્રશાંત વિષ્ણુકુમાર દોરીવાલા

દેવાંગ નિરંજનકુમાર દોરીવાલા

પીનેશ સંજયકુમાર દોરીવાલા

હરેકૃષ્ણ નિરંજનકુમાર દોરીવાલા